આજે જામનગરમાં યોજાયેલા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં રાજકીય સંગ્રામ જેવી સ્થિતિ જોવા મળી હતી. જામનગર ભાજપની જ ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલી રકઝકથી માહોલ ગરમાયો હતો. ભાજપનાં ધારાસભ્ય-સાંસદ અને મેયર વચ્ચે બોલચાલથી શરૂ થયેલી વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ધારાસભ્ય રિવાબા વધારે ગુસ્સામાં આવી સાંસદ તેમજ મેયર પર વરસી ગયાં હતાં. આ ઘટના બાદ રિવાબાએ મીડિયા સમક્ષ આવી શું હતો સમગ્ર મામલો અને કેમ આ પ્રકારનું વર્તન કરવાની જરૂર પડી એ અંગે જણાવ્યું હતું. તો બીજી તરફ મેયરે કહ્યું હતું કે આ અમારી પાર્ટીનો પારિવારિક મામલો છે હું કંઈ બોલવા માગતી નથી.
આવો… જાણીએ કેમ રિવાબા ઉગ્ર બન્યાં
ઘટના બાદ રિવાબાએ મીડિયા સમક્ષ આવી સમગ્ર ઘટના વિશે જણાવતાં કહ્યું, કોર્પોરેશનનો મેરી મિટ્ટી મેરા દેશ અંતગર્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો, જેમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતનાં અગ્રણીઓ હાજર હતાં. જ્યારે એમ.પી. માડમ શહીદ સ્મારકને હાર અર્પણ કરવા ગયાં ત્યારે તેમણે ચંપલ પહેરેલા હતા. ત્યાર બાદ હું માળા અર્પણ કરવા ગઇ ત્યારે મેં શહીદોનું રિસ્પેક્ટ કરીને ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ ઘણા આગેવાનોએ ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ આપી હતી.